એક વાણિયા થી લક્ષ્મીજી નારાજ થઇ ગયા.
જતા સમયે બોલ્યા હું જઇ રહી છું,
અને મારી જગ્યાએ નુકસાન આવી રહ્યું છે.
તૈયાર થઇ જા.
પરંતુ, હું તને છેલ્લી ભેટ
જરૂર આપવા માંગીશ.
માંગ, તારી જે પણ ઇચ્છા હોય તે.
વાણિયો બહુ જ સમજદાર હતો.
તેણે વિનંતિ કરી કે નુકસાન આવે તો ભલે આવે, પણ એને કહેજો કે મારા પરિવારમાં પ્રેમ બન્યો રહે.
બસ, મારી આ જ ઇચ્છા છે.
લક્ષ્મીજી એ તથાસ્તુઃ કહ્યું.
થોડાક દિવસો પછી,
વાણિયા ની દિકરીના લગ્ન માટે તેના ભત્રીજા એ ભુલથી ખોટું સોનું ધરાવતો સેટ ખરીદી કરી લીધો.
વાણિયા ને ખબર પડતાં દુઃખ થયું, પરંતુ તે ૫૦,૦૦૦ ના નુક્સાન માટે પોતાના ભાઈના દીકરાને વઢયા નહિ, ફક્ત શિખામણ આપી.
એ સમજી ગયા હતા કે નુકશાન પ્રવેશ કરી ચુક્યો છે.
“ઘરે જતા પહેલા ભગવાનના મંદિરે જતો જાઉં”, એમ વિચારી તે લક્ષ્મી-નારાયણ મંદિરે ગયા.
ત્યાં તેમના મોંઘા ચપ્પલ કોઈ ચોરી ગયું. નુકસાન એનો પરચો બતાવવા લાગ્યો હતો.
આ બાજુ ઘરે,
વાણિયા ની સૌથી નાની વહુ ખીચડી બનાવતી હતી. તેણે મીઠું વગેરે નાખ્યું, અને બીજું કામ કરવા લાગી.
ત્યારે બીજા છોકરાની વહુ આવી અને ચાખ્યા વગર મીઠું નાખીને ચાલી ગઈ.
તેની સાસુએ પણ આવું જ કર્યું.
સાંજે સૌથી પહેલા વાણિયો આવ્યો.
પહેલો કોળિયો મુખમાં લીધો તો ખ્યાલ આવ્યો કે બહું જ વધારે મીઠું પડી ગયુ છે.
એ સમજી ગયા કે નુકસાન આવી ગયું છે.
પણ કંઇ બોલ્યા વગર ચૂપચાપ ખીચડી જમીને ચાલ્યા ગયા.
એના પછી મોટા દીકરાનો નંબર આવ્યો.
એણે પણ પહેલો કોળિયો મોઢામાં મુકતા તરત પૂછ્યુ કે પપ્પાએ જમવાનું જમી લીધું ? એમણે કંઇ કહ્યું ?
બધાએ જવાબ આપ્યો ‘હા, જમી લીધું ! કઈ જ નથી બોલ્યા’.
હવે દીકરાએ વિચાર્યું કે જ્યારે પિતાજી જ કઈ નથી બોલ્યા તો હું પણ ચૂપચાપ જમી લઉ. આવી રીતે ઘરના બીજા સદસ્યો એક એક આવ્યા. પહેલા વાળાનું પૂછતા, અને ચૂપચાપ જમીને ચાલ્યા જતા.
રાતે નુકસાન હાથ જોડીને વાણિયા ને કહેવા લાગ્યો,
’ હું જઈ રહ્યો છું.
વાણિયા એ પૂછ્યું, “કેમ ?”
ત્યારે નુકસાન કહે છે,
” તમે લોકો એક કિલો તો મીઠુ ખાઈ ગયા.
તો પણ ઝઘડો જ ના થયો. મને લાગે છે કે મારું તો અહીં કઈ કામ નથી.”
બોધ:-
ઝઘડો, કમજોરી એ નુકસાનની ઓળખાણ છે.
જ્યાં પ્રેમ છે, ત્યાં લક્ષ્મીનો વાસ છે.
સદા પ્રેમ વહેંચતાં રહો.
નાના- મોટાની કદર કરો.
જે મોટા (વડીલ) છે એ મોટા જ રહેવાના,
પછી ભલેને તમારી કમાણી એમની કમાણીથી વધારે હોય.
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.













![Monetize Your Website With 50 Proven Strategies - [Best Ways]](https://i0.wp.com/www.9mood.com/wp-content/uploads/2023/12/5867770.jpg?resize=200%2C150&ssl=1)

0 Comments