શેરબજાર શું છે?
એક ગામ નજીક ઘણાં વાંદરા રહેતા હતા
એક દિવસ એક વેપારી આ વાંદરાઓ ખરીદવા માટે ગામમાં આવ્યો!
તેણે જાહેરાત કરી હતી કે તે દરેક વાંદરાને ₹1000 માં ખરીદશે.
ગ્રામવાસીઓને લાગ્યું કે આ માણસ પાગલ છે.
તેઓએ વિચાર્યું કે કોઈ કેવી રીતે ₹1000 માં રખડતા વાંદરાઓ ખરીદી શકે છે?
તેમ છતાં, કેટલાક લોકોએ વાંદરાઓને પકડ્યા અને તેને આ વેપારીને આપ્યા અને તેણે દરેક વાનર માટે ₹1000 ચુકવ્યા.
આ સમાચાર દાવાનળની જેમ ફેલાય ગયા અને લોકો વાંદરાઓને પકડયા અને વેપારીને વેચી દીધા
થોડા દિવસો બાદ, વેપારીએ જાહેરાત કરી કે તે વાંદરાઓ ₹ 2000 માં ખરીદશે.
હવે બાકીના વાંદરાઓને પકડવા માટે આળસુ ગ્રામવાસીઓ પણ ફરતા થઇ ગયા!
તેઓએ બાકીના વાંદરાઓને ₹2000 માં વેચ્યા
પછી વેપારીએ જાહેરાત કરી કે તે વાંદરાઓ ₹5000 માં ખરીદશે!
ગ્રામવાસીઓ ઊંઘવાનુ છોડી રહી ગયેલ છ – સાત વાંદરાઓને પકડવાના શરૂ કર્યા ! … અને પકડીને દરેકના ₹ 5000 મળવે છે.
ગ્રામવાસીઓ આગામી જાહેરાત માટે આતુરતાથી રાહ જોતા હતા
પછી વેપારીએ જાહેરાત કરી કે તે એક અઠવાડિયા માટે ઘરે જઈ રહ્યો છે. અને જ્યારે તે પાછો આવશે, ત્યારે તે ₹ 10000 માં ખરીદશે!
વેપારી પોતાના કર્મચારીને ખરીદેલ વાંદરાઓની સંભાળ રાખવા નુ કહ્યું. તે એક જ પાંજરામાં તમામ વાંદરાઓની સંભાળ રાખતો હતો
વેપારી ઘરે ગયો
ગ્રામવાસીઓ ખૂબ દુ: ખી હતા કારણ કે તેમની પાસે ₹ 10000 માં વેચવા માટે કોઈ વાંદરો બાકી ન હતો
ત્યારે વેપારીના કર્મચારીએ કહ્યું કે તે દરેક વાનરને ₹7000 માં ગુપ્ત રીતે આપશે.
આ સમાચાર આગની જેમ ફેલાય છે કારણ કે વેપારી વાનરને ₹10000 માં ખરીદવા નો છે, અને દરેક વાનર માટે ₹3000 નો નફો મેળવી શકાય છે.
બીજા દિવસે, ગ્રામવાસીઓએ વાંદરાના પાંજરા પાસે લાઇન લગાવી દીધી
કર્મચારીએ ₹7000 માં એક લેખે તમામ વાંદરાઓ ને વેચી દીધા. પૈસાદાર લોકો એ પોતાની મુડી વડે ઘણાં વાંદરાઓ ખરીદી લીધા, જયારે ગરીબોએ પૈસા ધીરનાર પાસેથી નાણાં ઉછીના લઇને પણ વાંદરાઓ ખરીદ્યા!
ગ્રામવાસીઓ તેમના વાંદરાઓની સંભાળ રાખવા લાગ્યા અને વેપારી પાછા ફરવાની રાહ જોવા લાગ્યા.
પરંતુ કોઇ આવ્યુ નહી! … પછી તેઓ કર્મચારી પાસે દોડી ગયા …
પરંતુ કર્મચારીએ પહેલેથી જ ગામ છોડી દીધું હતુ!
હવે ગ્રામવાસીઓને ખબર પડી કે તેઓએ ₹7000 માં નકામા રખડતા વાંદરાઓ ખરીદ્યા છે અને તેમને વેચવા માટે અસમર્થ છે!
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.








![[Java] Find Java Version From Any Compiled Class Files](https://i0.wp.com/www.9mood.com/wp-content/uploads/2023/09/java-class-file-version-check.png?resize=200%2C150&ssl=1)






0 Comments