
મેં પડોશીને પુછયુ : તમે કયો સાબુ વાપરો છો ?
પડોશી: હમણાં પીન્તુર ચાલે છે.
હું : એ વળી ક્યો સાબુ ?
પડોશી : પીઅર્સ પતવા આવ્યો એટલે સંતુરની સાથે ચોંટાડયો છે..
પત્ની મંદિર ગઈ અને માનતાનો દોરો બાંધવા માટે હાથ ઉપાડ્યો.
પછી કાંઈક વિચારીને દોરો બાંધ્ય વગર જ હાથ નીચે કરી લીધો.
પતિ : આ શું? માનતા ન માગી?
પત્ની : માગવા જ લાગી હતી કે ઈશ્વર તમારી તમામ મુશ્કેલી દુર કરી દે.
પછી વિચાર્યું ક્યાંક હુ જ ના ઝપટમાં આવી જાઉ.
હજી વિચારતો હતો કે, કોઈના જવા થી કઈ ફરક નથી પડતો.
ત્યાં તો લાઈટ જતી રહી.
પત્ની : ક્યાં છો ?
રઘલો : દુકાને છું… બોલ ને, સું હતું ?
પત્ની : કઈ નઈ… બાજુ વાળી રિંકલ કોક સાથે ભાગી ગઈ.
ટીચર: આ પક્ષીના પગ જોઈને તેનું નામ લખો.
પપ્પુ: મને નથી ખબર !
ટીચર: તું ફેઇલ. શું નામ છે તારું ?
પપ્પુ: મારા પગ જોઈને લખી લ્યો.
લિપસ્ટિક પણ કેવી ગજબની ચીજ છે. જો હોઠ ઉપર લાગી જાય તો દાંત ખીલી જાય છે..
અને શર્ટ ઉપર લાગી જાય તો દાંત હલી જાય.
C.A. અને B. Com. બન્ને વચ્ચે શું તફાવત છે..?
જવાબ માં એમણે એક જ પ્રશ્ન પૂછ્યો કે,
એક ઓવરમાં કેટલા બોલ હોય છે ?
B.Com. થયેલા એ કીધું કે છ બોલ હોય છે.
CA થયેલા એ કીધું કે એક જ બોલ હોય છે, જે છ વાર નાખવામાં આવે છે.
૨૦ વરસના થયા ત્યાં લગી બાપા કહેતા હતા, તને આમાં ખબર ન પડે.
૨૫ વરસના થયા પછી પત્ની કહેવા લાગ્યા, તમને આમાં ખબર ન પડે.
૫૦ વરસના થયા પછી હવે સંતાનો કહેવા લાગ્યા છે કે તમને આમાં ખબર ન પડે.
સાલું, હવે તો સમજાતું નથી કે ખબર ક્યારે પડે ?
લગ્ન પછી પત્ની કેવી રીતે બદલાય છે:-
પહેલું વર્ષ: તમે જમી લો, ઘણા સમયથી કંઈ ખાધું નથી.
બીજું વર્ષ: રસોઈ તૈયાર છે, તમે હાથ-મોં ધોઇલો હું પીરસવાની તૈયારી કરું છું.
ત્રીજું વર્ષ: રસોઈ તૈયાર છે, જ્યારે જમવું હોય ત્યારે કહેજો.
ચોથું વર્ષ: મેં રસોઈ બનાવીને તૈયાર રાખી છે. મારે શોપિંગ કરવા જવું છે અને મને મોડું થશે, તમે જમી લેજો.
પાંચમું વર્ષ: કહું છું આજે રસોઈ બનાવી શકીશ નહીં, બહારથી લેતા આવજો.
છઠ્ઠું વર્ષ: જ્યારે જુઓ ત્યારે ખાવું, ખાવું અને ખાવું. હજી સવારે તો ભરપેટ જમ્યા હોય તેવો નાસ્તો કર્યો છે…!!
લગ્ન પછી પતિ કેવી રીતે બદલાય છે:-
(બહાર ફરવા જાય ત્યારે)
પ્રથમ વર્ષ: બેબી, ધ્યાન રાખ, ત્યાં એક ખાડો છે.
બીજું વર્ષ: અરે સ્વીટી, ત્યાં એક ખાડો છે.
ત્રીજું વર્ષ: દેખાતું નથી, ત્યાં ખાડો છે.
ચોથું વર્ષ: આંધળી છો? આવડો મોટો ખાડો નથી દેખાતો.
પાંચમું વર્ષ: ત્યાં ક્યાં ખાડામાં મરવા જા છો…!!
માણસ ચારથી કદી સંતુષ્ટ નથી થતો :
(૧) મોબાઈલ (૨) ઓટોમોબાઈલ (૩) ટી. વી. (૪) બી. વી. કારણ ? કારણ કે પડોશી પાસે હંમેશા સારું મોડેલ હોવાનું જ.
સંતાને સાઈકલનું પેંડલ જડયું ક્યાંકથી… એણે ઘરે જઈ પત્નીને આપ્યું અને કહ્યું : લે ઇસે સંભાલ કે રખ… કભી ઇસમે સાઈકલ ડલવાયેંગે…
લેક્ચરરની વ્યાખ્યા : એક એવી વ્યક્તિ જેને કોઈક સુતું હોય ત્યારે બોલ્યે રાખવાની કુટેવ હોય !
એક માણસ એ પોતાની પત્નીને સુનામીના મોજામાં ગુમાવી દીધી,
એક દિવસ દરિયા કાંઠે ઉભા હતા.
મોજા તેના પગને સ્પર્શ કરી રહ્યા હતા.
અચાનક તે બોલી ઉઠ્યો : જુવો દરિયા ભાઈ કેટલા પણ પગ પકડો,
હું મારી પત્નીને પાછી લેવા નથી આવ્યો,
તમારી ભૂલ છે હવે તમે જ ભોગવો.
પત્ની : સાંભળો જી, મને એક નવી સાડી ખરીદવી છે,
પતિ : પણ તારા કબાટમાં તો સાડીઓ ભરેલી પડી છે.
પત્ની : અરે તે સાડીઓ તો આખી સોસાયટીની મહિલાઓ જોઈ ચુકી,
પતિ (ખીજાઈને) : તો પછી સાડી જ શું લેવી, સોસાયટી જ બદલી નાખીએ છીએ.
સંતાએ ઘર બંધાવ્યું ને એય પાછું બે માળનું… એણે ઉપરના માળે રંગ કર્યો… ને પછી નીચેના માળે લખી લીધું… ‘Same as above’ ઉપર પ્રમાણે…
બ્રુસ લી નું પ્રિય શાક ? મૂ-લી, નાસ્તો, ઈડ-લી. પ્રિય એક્ટ્રેસ ? સોના-લી, પ્રિય પ્રાણી ? બિલ-લી, હથિયાર ? ગો-લી, ટાઈમપાસ ? ખુજ-લી.
સરકારી ઓફિસની પરીક્ષામાં એક પાટિયું મારેલું હતું : અહી અવાજ ના કરવો. કોઈ અટકચાળાએ નીચે એક લીટી ઉમેરી દીધી :
નહીતર કદાચ અમે ઊંઘમાંથી ઊઠી જઈએ.
એક માણસ પોતાની પત્નીને લીધે ગભાયેલો ડોક્ટરના દવાખાને ગયો અને ડોક્ટરનો હાથ પકડીને એક બાજુ લઇ ગયો,
ડોક્ટર : શું થયું???
માણસ : ડોક્ટર સાહેબ, મારી પત્ની ૮GB નું મેમરી કાર્ડ ગળી ગઈ છે, ત્યારથી સતત ગાઈ રહી છે. જલ્દી કાઢી દો.
ડોક્ટર : ક્યારથી ગીત ગાઇ રહી છે?
માણસ : ગાવાને ગોળી મારો ડોક્ટર સાહેબ, મારી તો એ વિચારીને હાલત ખરાબ થઇ રહી છે કે video folder ઉપર પહોચશે તો શું કરશે???
ખુદી કો કર બુલંદ ઈતના કી હિમાલય કી ચોટી પે જા પહોંચે. ઔર ખુદા તુમસે ખુદ પૂછે : બેટા, આ તો ગયા અબ ઊતરેગા કૈસે?
કંઈ કેટલીય છોકરીઓ સપનાં જોતી હોય છે કે એક દિવસ એક રાજકુમાર ઘોડા પર સવાર થઈને આવશે….
ખરેખર ! હવે પેટ્રોલના ભાવ જોતાં એ સપનું સાકાર થાય એવા દિવસો નજીક આવી રહ્યાં છે…
વ્યક્તિ લગ્ન પહેલા ‘એરટેલ’ જેવી હોય છે. ઐસી આઝાદી ઔર કહા ? ને લગ્ન પછી ? ‘હચ’ જેવી : Wherever you go, network follows.
સંતા એ વિમા એજન્ટે ફોર્મ ધર્યું Sign એવું લખ્યું હતું. સંતાએ ફટ દઈને લખી દીધું : Leo (સિંહ રાશિ)
હમણાં છાપામાં ટચુકડી એક જાહેરાત આવી કે,
“રેતી ના હોય તો સંપર્ક કરો.”
એક ભાઈએ ફોન કરીને કીધું કે,
હા, મારે બબ્બે મહિને પિયર ચાલી જાય છે !!
માંડ ઈ ભાઈને સમજાવ્યું કે એમ રેતી નઈ,
મકાન બાંધકામ માં રેતી ના હોય તો સંપર્ક કરો.
પાણીપુરી ખાદ્યા પછી છગનની મમ્મી,
મમ્મી : દીકરા પાણીપુરી તો 9 થઇ હતી તો તે 7 કેમ કીધી? આવું જૂઠું ન બોલાય
છગન : જાવો.. જાવો.. એ તો હું હતો એટલે…નહીં તો તમે તો મારી જગ્યાએ 9 ની 5 જ કહેતા
મને ખબર કોણ કેટલું ખોટું બોલે છે..
ત્યાંરથી આજ સુધી છગનને પાણીપુરી જોવા નહિ મળી 🤣😂
પોતાનું છોકરું રડે તો આપણા દિલમાં દર્દ થાય અને બીજાનું રડે તો માથાનો દુખાવો થાય.
પોતાની પત્ની રડે તો માથું દુખે અને બીજાની પત્ની રડે તો દિલમાં દર્દ થાય.
ગજબ ની લીલા છે પ્રભુ ની !
કુંવારાના લગ્ન થાતાં નથી,
પરણેલાઓને લગ્નજીવનમાં મજા આવતી નથી,
અને છૂટાછેડા વાળાઓને ફરી લગ્ન કરવા છે !
આમાં કોણ ખુશ છે એજ ખબર પડતી નથી.
શાહજહાએ તાજમહેલને અંદર, બહાર ફરીને ધ્યાનથી જોયો. દીવાલો અને છત… બધું જોઇને પછી બબડયો : મજાક મજાક મેં બહોત ખર્ચા કર ડાલા….
ગેલીલિયો દીવાના અજવાળે વાંચતા, ન્યૂટન મીણબત્તીમાં વાંચતા, આઈન્સ્ટાઈન શેરીના દીવા હેઠળ વાંચતા. મુઝે યહ સમજ મેં નહિ આતા કી યે સાલે સબ દિન મેં ક્યાં કરતે થે?
તમારા પત્નીનો જન્મદિવસ યાદ રાખવાનો અસરકારક કીમિયો બતાવું ?
બસ એકવાર ભૂલી જવાની હિંમત કરી જુઓ… પછી કદી નહીં ભૂલો..
મારા મિત્રના સપનામાં એના દાદા આવ્યા અને કહ્યું તમારે જેટલા પાપ કરવા હોય એટલા કરજો, કેમકે અહી નર્કમાં અમને દીવાલ ઉપર માંડ-માંડ જગ્યા મળી છે.
છોકરી ઓ નું દિલ પાણી જેવું હોય છે
અને
છોકરા ઓ નું દિલ મોબાઈલ જેવું …
મોબાઈલ પાણી માં પડે કે પાણી મોબાઈલ પર બરબાદ મોબાઈલ જ થાય છે…
પત્ની એને કહેવાય જે લગ્ન પછી ૧૦-૧૫ વર્ષ સુધી ટોકી ટોકીને તમારી બધી જ આદતોને બદલતી રહે અને પછી પાછી એની એ જ આવું કહે : ‘તમે હવે પહેલા જેવા નથી રહ્યા.’
એક જાહેર દીવાલ પર લખ્યું હતું : વાંચવાવાળો ગધેડો…
ગુસ્સે થયેલા મગને લખાણ ભૂંસી નાખ્યું અને લખ્યું ‘લખવાવાળો ગધેડો…
મુર્ખાઈની પરાકાષ્ઠા : કાચના બારણાના કી-હોલમાંથી જોવું તે.
ફેશનની પરાકાષ્ઠા : કોઈને કોરું વિઝીટીંગ કાર્ડ આપવું તે…
કંજુસીની પરાકાષ્ઠા કઈ ? મારવાડી સેકન્ડ હેન્ડ નેનો ખરીદવાની રાહ જુવે. એમાંય જો ગેસ કીટ ફીટ કરેલ હોય તો પેલી પસંદગી….
રજનીકાંત ગીતાર વગાડતો હતો.. અવકાશમાંથી એક એલિયને આવીને વિનંતી કરી : મારો દીકરો વાંચે છે, જરા ધીમેથી વગાડશો ભાઈ !
હોશિયાર, બુધ્ધિશાળી, સુંદર, પ્રેમાળ, સમજુ, સ્વાદિષ્ટ ભોજન બનાવનારી ધર્મપત્ની મળી છે એવું કોઈ કહે તો એ ઘટનાને તમે શું કહો ? કઈ નહીં…. અફવા કહું, બીજું શું કહું ?
કાલે એક પરિણીત પુરુષના ઘરે એનું કોઈ સગું લગ્નની કંકોત્રી આપવા આવ્યું.
પુરુષે સાહજિક ભાવે પૂછ્યું,
‘ઘટનાસ્થળ ક્યાં છે’ ?
જો ડોક્ટર ફિલ્મ બનાવે તો કેવા શીર્ષકો રાખે ?
ઓપીડી સે ઘર તક / દો પેશન્ટ બારહ ડોક્ટર / કાશ એ પેશન્ટ હમારા હોતા… / ઓટી કે ઉસ પાર / મુઝે પેશન્ટ મિલ ગયા… / મેરા પ્રિસ્ક્રીપ્શન તુમ્હારે પાસ હૈ… / મેરા સ્ટેથો તેરા દિલ… / હમ આપકે લંગ્ઝ મેં રહતે હૈ.
છગને એક સામાયિકમાં જાહેરાત આપી : ‘પ્રિય વાચકો, હું ગાંધીજીના ફોટા ભેગા કરું છું. તમે મદદ કરી શકો છો. તમારા ઘરમાં જેટલી પણ 500/1000 રૂપિયાની નોટ હોય એ મને મોકલી દેવા વિનંતી.’ (નોટબંધી સ્પેશ્યલ)
આવનારી ફિલ્મોના નામ:- (સોશ્યિલ મીડિયા વાપરવાના નવા કાયદા કાનૂન પછી…)
જબ વી ચેટ
નમસ્તે ફેસબુક
હમ આપકે હે મ્યુચ્યુઅલ ફ્રેન્ડ
સાત ગાલી માફ
હમ લાઇક કર ચુકે સનમ
કભી રિલેશનશિપ કભી સિંગલ
મેને પોક ક્યું કિયા
મુજસે ચેટિંગ કરોગે…..
તે દિવસો દુર નથી
જયારે દીવાલો ઉપર લખવામાં આવ્યું હશે કે
૧૫ દિવસમાં facebook, whatsapp છોડાવો ગેરંટી સાથે.
મળો દર બુધવારે જુના બસ સ્ટેન્ડ પાસે
जब अमेरिका में लाइट जाती है तो वे पावर ऑफिस में फोन करते हैं।
जब जापान में लाइट जाती है तो फ्यूज चेक करते हैं।
और जब अपने भारत में लाइट जाती है तो सबसे पहले बाहर निकलकर देखते हैं कि सबकी गई है न.. फिर राहत की सांस लेते हैं।
जो अमृत पीते हैं उन्हें देव…
और
जो विष पीते हैं उन्हें ‘महादेव’ कहते है…
लेकिन विष पीकर भी जो अमृत जैसा मुंह बनाए उसे
‘पतिदेव’ कहते हैं…
लड़की फ्रेंड बनती है तो शादी जैसी फिलिंग भले ही न आती हो…
पर जब block करती है तो माँ कसम तलाक जैसी फिलिंग जरूर आने लगती है।…
એક બસની પાછળ આવું લખ્યું હતું :
અગર ખુદાને ચાહા તો મંઝિલ તક પહૂંચા દુંગા ઔર અગર આંખ લગ ગઈ તો મા કસમ, ખુદા સે હી મિલવા દુંગા.
કોઈ નો અકસ્માત થાય ત્યારે…..
કોઈ નો અકસ્માત થાય ત્યારે બધા ના અલગ અલગ નિવેદનો …..
અમેરીકન : ઓહ માય ગોડ !
પાકિસ્તાની : યા અલ્લાહ !
…
સાઉથ આફ્રીકન : ઓ….. લા લા !
ગુજરાતી : બઉં હવા મારતો હતો ને …. ઘુસાડી દીધી
એક માણસ- ભૈયા વાળ નાના કરી નાખો.
નાઈ- કેટલા નાના કરવાના છે ભાઈ !!
માણસ- આટલા નાના કરી નાખો કે પત્નીના હાથમાં ન આવી શકે !!
ધારો કે તમે પત્ની સાથેની દલીલબાજીમાં જીતી ગયા. હવે શું કરશો ? એની માફી માગી લો ભાઈ, જો શાંતિથી જીવવું હોય તો.
પતિ જોઈએ છે’ એવી જાહેરાતના જવાબમાં એક હજાર સ્ત્રીઓએ લખ્યું : અમારો લઈ જાઓ.
સંતા એ ઘોડાઓ વિશે ૨૦૦ પાનાની ચોપડી લખી. શીર્ષક હતું : ઘોડા કઈ રીતે દોડે છે ? પ્રથમ પાના પર લખ્યું હતું : ઘોડા કઈ રીતે દોડે છે ? …બાકીના ૧૯૯ પાના પર લખ્યું હતું : તબડક… તબડક… તબડક…
પોતે ખોટી હોય અને સરન્ડર થાય એ વ્યક્તિને પ્રામાણિક કહેવાય, જેને પોતાની વાત બાબતે ખાતરી ન હોય અને સરન્ડર થાય એને ડાહી કહેવાય પણ જે વ્યક્તિ સાચી હોય છતાં સરન્ડર થઇ જાય એને પતિ કહેવાય.
પતિ : કાલે પત્ની સાથે ઝઘડો થયો. સવારે રિસાઈ ને વહેલી ઉઠી જ નહિ. જાતે છોકરાના નાસ્તા બનાવ્યા, સ્કુલ માટે તૈયાર કર્યાં, ત્યાં સુધી એ તો ઘોરતી જ રહી.
જેવો છોકરાને લઈને સ્કુલે મુકવા નીકળ્યો ને બોલી...
છોકરા ને વેકેશન ચાલે છે.
છોકરા પણ એની માં જેવા. બોલતા પણ નથી કે પપ્પા વેકેશન છે.
આમંત્રણ વગર એક લગ્ન માં હું ઘુસી ગયો...
પૂછવા પર કહી દીધું... છોકરી વાળા તરફ થી છું...
પછી તો મને એ લોકોએ બહુ ઢીબી નાખ્યો...
પછી ખબર પડી કે,
બન્ને બાજુ છોકરા વાળા જ છે.
શિક્ષકે વર્ગમાં ચિન્ટુને પૂછ્યું….
શિક્ષક : દરિયામાં લીંબુનું ઝાડ હોય…તો તું લીંબુ કેવી રીતે તોડશો?
ચિન્ટુ : ચકલી બનીને!
શિક્ષક : તને ચકલી તારો બાપો બનાવશે?
ચિન્ટુ : તો સમુદ્ર વચ્ચે લીંબુ તમારા ફાધર ઉગાડશે.
મગન આખી રાત બેડ પર પરેશાન થઈને બેઠો હતો.
સવારે પત્નીએ પૂછ્યું : શું થયું….?
પપ્પુ : યાર, મને સમજાતું નથી, જયારે ભગવાને લોહી ચૂસવા પત્નીને બનાવી જ છે…..તો પછી મચ્છર બનાવવાની શું જરૂર હતી….?
સવાર-સવાર સવારમા જ મગનને ઠંડા પાણીથી વાસણ ધોવા પડ્યા.
પતિ છોડના કુંડામા પાણી છાંટી રહ્યો હતો ત્યારે તેની પત્ની આવી,
પત્ની : મને તમારા મોબાઈલમાં કંઈક મળ્યું છે…
છોડને પાણી આપ્યા પછી પણ પતિ ક્યાંય દેખાયો નઈ…
અંદર આવો, કંઈક વાત કરવી છે
આજે આખા બે દિવસ થઈ ગયા, પતિ પાણીની પાઈપ પર લટકીર્યો છે અંદર આવવા તૈયાર નહિ….
સરકારી નવો નિયમ આવ્યો કે ‘પુરુષ હોય કે સ્ત્રી, તમામ ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત છે’
આ આદેશ સાંભળીને એક મહિલા તરત જ તેના રૂમમાં ગઈ…
અને પોતાનો કબાટ ખોલીને તેણે કહ્યું: હે ભગવાન,હવે આટલા બધા મેચિંગ હેલ્મેટ પણ ખરીદવા પડશે ને આમા મુકીસ ક્યા?
પતિએ સમય બગાડ્યા વિના પોતાની ટુ વ્હીલર જ વેચી નાખી
પતિ-પત્ની રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા ઉભા હતા.એટલામાં એક ટ્રેન આવી, તેના પર લખેલું હતું…
બોમ્બે મેલપતિ ઉતાવળે દોડીને ટ્રેનમાં ચઢી ગયો.
ચડતી વખતે પત્નીને કહ્યું: બોમ્બે ફીમેલ આવે ત્યારે તું પણ ચડીને આવજે 😂🤣
પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતે નથી કરતા ?
પતિ : હવે શું થયું? શું કરી નાખ્યું એવું મેં?
પત્ની : તમે જે કાલે cylinder લગાવ્યું હતું,
પતિ : હા લગાવ્યું હતું.
પત્ની : ખબર નહિ કેવું લગાવ્યું કાલથી બે વખત દૂધ ઉકળ્યું, બન્ને વખત જ દૂધ ફાટી ગયું.
સંતાએ છાપામાં વાંચ્યું : માઈક્રોસોફ્ટવાળાએ ૪ લાખ ડોલરમાં યાહૂ મેસેન્જર ખરીધ્યું.
માથું ખંજવાળી સંતા બબડયો : અરે પાપે, ખરીદા કયું ? ડાઉનલોડ કર લેતા તો…
દુનિયા તમારી નોંધ લે, તમને જોઈને ચોંકી ઊઠે એવું ઈચ્છો છો? સહેલું છે યાર ! હાથી પર શીર્ષાસન કરો, ફોટો પડાવો ને પછી ઊંધો લટકાવી દો. પછી જોઈ લો મજા !!
પોલીસ
હથકડી હૈયાની નહીં તૂટી શકે ! મુજ વિના કોઈ નહીં લૂંટી શકે ! તું ભલે ઝડપાઈ મારા પ્રેમમાં, પણ વગર હપ્તે નહીં છૂટી શકે !
દૂરદર્શનનો ઉદ્દઘોષક
પ્રેમનું આ છે પ્રસારણ દિલની ચેનલ વન ઉપરહે પ્રિયે ચેનલ બદલ ના વાત લેજે મન ઉપરખેંચ ના સિરિયલ હવે સંબંધની દર્શનેએક એપિસોડ તો કર પાસના દર્શન ઉપર.
સુથાર
છોલવું કારણ વિના એ એમની લત હોય છે પ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છે એમની પાસે નજરની એક કરવત હોય છે.
દરજી
ગાજ-ટાંકામાં નવું શું ? રોજ એ કરતો રહું ? પ્રેમનો ગ્રાહક મળે તો રોજ છેતરતો રહું, આમ તો કાતર જૂની છે, તોય રઘવાયી રહેપારકા તાકા મળે તો રોજ વેતરતો રહું !
સેલ્સમેન
સાવ રીઝનેબલ અમારા રેટ છે ,પ્રેમપત્રોનું અસલ પેકેટ છે, હર સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ, વાપરો તો દિલ મફતમાં ભેટ છે
લુહાર
ઘણની સાથે કોની જોડી હોય છે ? લાગણી ટીપી ને તોડી હોય છે બેવફા તારા હૃદયની એરણે રોજ બદલાતી હથોડી હોય છે !
ટપાલી
તારી ગલીમાં જાતને વેચ્યા કરું છું હું, તારા પ્રણયના બોજને ખેંચ્યા કરું છું, હુંકોની કૃપાથી હું ઘસું છું, તારા ઉંબરા? પત્રો લખે છે કોક ને વહેંચ્યા કરું છું હું !
ક્રિકેટર
છે પ્રિયે લિમિટેડ ઓવર્સ, ને પ્રણયની ખેંચ છેડેડ-પીચ પર ચાલતી આ એક વન-ડે મેચ છે, થર્ડ અમ્પાયરને વચમાં નાંખ ના, આ પ્રેમ છે આપણો સંબંધ શું છૂટી ગયેલો કેચ છે.
નવા સંશોધન મુજબ વૈજ્ઞાનિકો કહે છે કે જગતની 1 ટકા મહિલાઓ માનસિક બિમારીની દવાઓ લે છે.
ટૂંકમાં ચેતજો ! 99 ટકા મહિલાઓ યોગ્ય દવાઓ વિના છૂટ્ટી ફરી રહી છે !
પતિ પેપ્સી સામે રાખીને ઉદાસ બેઠો તો.
પત્ની આવી અને પેપ્સી પી ગઈ અને બોલી તમે આજે કેમ ઉદાસ છો?
પતિ : આજે તો દિવસ જ ખરાબ છે.
સવારે તારી સાથે ઝગડો થઇ ગયો, રસ્તામાં કાર ખરાબ થઇ ગઈ.
ઓફિસે મોડો પહોચ્યો. બોસે નોકરી માંથી કાઢી નાખ્યો.
હવે સ્યુસાઈડ કરવા માટે પેપ્સીમાં ઝેર ભેળવ્યું હતું. તે પણ તું પી ગઈ.
પઠાન- કૉફી શૉપમાં વેટરથી- એક કૉફી કેટલાની છે?
વેટર- સર 50 રૂપિયાની
પઠાન- સામે વાળી દુકાન પર તો 1 રૂપિયા લખ્યુ છે.
વેટર- ઓય.. ધ્યાનથી વાંચ, કૉફી નહી કૉપી લખ્યુ છે. ઝેરોક્ષની દુકાન છે તે…!
લગ્ન પછી સાસુ જમાઇ ને ફોન પર - શું ચાલે છે, કાર્તિક કુમાર ?
જમાઇ કાર્તિક કુમાર - અરે અમારુ છોડો, તમારે તો હવે નિરાંત છે ને ?
બાળકે શાળાનું એડમિશન ફોર્મ ભરતી વખતે પૂછ્યું…
પાપા Mother Tongue માં શું લખવું?
પપ્પા : લખી દે દીકરા, બહુ લાંબી અને લીમીટ બહારની હોય...😂🤣
પત્ની (ગુસ્સા માં) : હું ઘર છોડીને જઈ રહી છું.
પતિ (ગુસ્સામાં ) : હા “જાન” છોડાવ હવે.
પત્ની : બસ તમારી આ “જાન” કહેવાની ટેવ એ હંમેશા મને રોકી લે છે.
એક ઘરની બહાર એક બોર્ડ લાગેલુ હતું, જેમાં લખ્યું હતું -
અહીં તમામ પ્રકારની ઇલેક્ટ્રિક વસ્તુઓ રીપેર કરી આપવામાં આવશે !
અને બોર્ડની નીચે એક નોંધ પણ લખેલ હતી કે
“જો બેલ ન વાગે, તો કૃપા કરીને દરવાજો ખખડાવો!”
આજે સવારે જ પત્નીનો ફોન આવ્યો, રડી રહી હતી…
મને સોરી કહ્યું…
તે જ રડતા અવાજે આ પણ બોલી કે :તમારી સાથે ક્યારેય ઝઘડો નહીં કરું, હું બધું સાંભળીશ, તમે જે કહેશે એ કરીશ…!
આ બધું સાંભળીને મારું પણ દિલ ભરાઈ આવ્યું…
ખબર નહીં કોની પત્ની હતી, પણ સાંભળીને સારું લાગ્યું 😂🤣
મારાથી શરૂઆતથી જ ટાઇપ કરવામાં ભૂલો થતી.
પણ આજે મારાથી સૌથી મોટી ભૂલ થઈ ગઈ.
પત્નીને મેસેજમાં પ્રિયતમાની જગ્યાએ પ્રેતાત્મા લખીને મોકલી દીધું.
સવારથી ભૂખ્યો છું… ચા પીવા પણ નથી મળી… 😂🤣
ભુરો હેલ્મેટ પહેરી ને પોલીસ ઉભેલી ત્યા ગયો અને ગાડી ના બઘા કાગળ દેખાડ્યા!!
પોલીસ:હા બધું બરાબર છે.
પણ તારી ગાડી કયા છે ??
ભુરો : એ તો ઘરે પડી છે તમે બધા ડોક્યુમેન્ટ
ઓકે કરો તો હું ગાડી લઇ ને શાક લેવા જઇશ,
નહીતર ચાલતો જઇશ...
બસ કંડક્ટરે બાળકને કહ્યું : તું રોજ દરવાજા પાસે કેમ ઉભો રહે છે,શું તમારા પિતા ચોકીદાર છે?
બાળક પણ બહુ તોફાની નીકળ્યો…
તેણે કહ્યું: તમે કેમ હંમેશા મારી પાસે પૈસા માંગો છો? શું તમારા પિતા ભિખારી છે?
સવાર નું છાપુ હાથ માં લેતા એમાંથી એક પેમ્લેટ નીચે પડ્યું.
હું ઉપાડું તે પહેલાં તો પત્ની એ ઉપાડી લીધું.
છાપેલ હતું...
શું તમે દારૂ ના બંધાણી છો? તો તાત્કાલિક અમને કોલ કરો. અમે તમારી મદદ કરશું. મોબાઈલ નંબર ૯૯૨૫૯૦####.
પત્ની વાંચી ને જીદે ચડી, તમે કોલ કરો ને કરો જ.
એટલે મેં કોલ કર્યો. ત્યાં સામે થી આવાજ આવ્યો,
ગુડ મોર્નિંગ સર, હું રઘુ બોલું છું, આપને શું જોઈએ... બિયર, વોડકા, રમ, વિસ્કી...
સ્ત્રોત: ઈન્ટરનેટ અને વૉટ્સઅપ ફોરવર્ડ મેસેજ માંથી…
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.















0 Comments